મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલા શ્રી ખોખરા હનુમાનજી ધામ ખાતે દર્દીઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ.શ્રી કેશવાનંદ બાપુ ના આશીર્વાદ તથા પૂ કનકેશ્વરીદેવીની પ્રેરણાથી રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા જરુરિયાતમંદ દર્દીઓ ની નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન તા. 16 ઓગસ્ટ, 2025ના રવિવારે સવારે 9 વાગ્યાથી બેલા ભરતનગર ખોખરા રોડ ખોખરા હનુમાનજી ધામ મંદિર ખાતે યોજાશે.
આ કેમ્પમાં હૃદય, વાસ્ક્યુલર પેઇન,વેરીકોજ વેઇન ના નિષ્ણાત ,હાડકા અને જોઇન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાત,આંખ નાક ગળાના નિષ્ણાત, બાળરોગ ના નિષ્ણાત તથા જનરલ ફિઝિશિયન દર્દીઓને તપાસ કરશે.જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ તથા ડાયાબિટીસ ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવશે.
દર્દીઓએ પોતાના એક્સ રે સહિતના જૂના તમામ રિપોર્ટ સાથે લાવવાના રહેશે.
વધુમાં વધુ દર્દીઓ આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લઈ શકે તે માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
સ્થળ: શ્રી ખોખરા હનુમાનજી ધામ, ભારતનગર-બેલા રોડ, બેલા, તા.જી. મોરબી.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
અનિલભાઈ મહેતા:9737731361
પ્રકાશભાઈ કોરિંગા:9825251979






