ઘરે બનાવ બન્યા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો.
મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર રાધા પાર્ક-૨ ખાતે રહેતા ૧૮ વર્ષીય પ્રિન્સ અમિતભાઈ પરમાર નામના યુવકે ગઈકાલ તા.૧૩/૦૧ ના રોજ તેના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા, યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રિન્સને મૃત જાહેર કર્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









