Thursday, January 23, 2025
HomeGujaratમોરબીમાં આવતીકાલે શહિદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં આવતીકાલે શહિદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

બ્રિટિશ સરકાર દ્વારા તા. 23 માર્ચના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હતી. આથી, આ દિવસ શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, ક્રાંતિકારી સેના અને ડો. કપિલ બાવરવા (સરકારી હોસ્પિટલ) દ્વારા રક્તદાન કેમ્પ આવતીકાલે તા. 23ને મંગળવારે સવારે 9થી 12 કલાકે ફલોરા-158, કો.ઓપરેટીવ સોસાયટી, ક્રિષ્ના સ્કુલ સામે, ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. નંબર 99984 76158 પર સંપર્ક કરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!