સ્વામી દયાનંદ સરસ્વતીજીનુ પ્રેરક જીવન અને કાર્ય આજે પણ દુનિયામાં પ્રકાશ પાથરે છે : આ વાક્ય શિવરાત્રીના ટંકારા બોધોત્સવ વેળાએ ટંકારા પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હતા તો એમણે જન્મ સ્થળ મુલાકાત વખતે સ્વ હસ્તે નોંધ્યું કે. ટંકારા પવિત્ર ભૂમિ પર એક ક્રાંતિકારી, સમાજ સુધારક, ચિંતક, દ્રષ્ટાનો જન્મ થયો હતો. યુગો સુધી પ્રેરક તેમનું જીવન અને કાર્ય દેશ અને દુનિયામાં સત્યનો પ્રકાશ પાથરી રહું છે. મહર્ષિને સત સત વંદન. આપણા દેશના વર્તમાન વડાપ્રધાન અને જેતે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2012 ના બોધોત્સવ મહોત્સવ દરમિયાન પધાર્યા હતા અને જન્મસ્થાન બોધ મંદિર ગુરૂકુલ મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દયાનંદ સરસ્વતીના શિષ્ય શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિકળશ ગુજરાતમાં ફેરવી માંડવી સ્મારક બનાવ્યું હતું.
નરેન્દ્રભાઈ આર્યસમાજની પ્રવુતી અને દયાનંદ સરસ્વતીથી ખુબ ભલિભાતી પરીચિત હતાં. અને ટંકારા ગુરૂકુલ ખાતે 1992 ની સોમનાથ થી અયોધ્યા યાત્રા નું પ્રસ્થાન ટંકારા થી થયું હતું જેની તૈયારી પુર્વે નરેન્દ્રભાઈ એક સપ્તાહ પુર્વે એકલા હાથે યુપી સુધીના રૂટ ના નકશા રોકાણ જમણવાર સહિતની વિવિધ માહિતી રાણી મહેલ જે આજે ગુરૂકુલ છે એના ચોબાનમા બેસી તૈયાર કરી હતી એટલુ જ નહી અનેક આર્ય જગતના બિહાર યુપી ના સદસ્યો ને સથવારે આ યાત્રામાં આવેલ મુશ્કેલીઓ માં એમની મદદ લિધી હતી જેની રૂપરેખા ટંકારા તૈયાર થઈ હતી મુરલી મનોહર જોષી અડવાણી કેશુભાઈ સહિતના નેતાઓ એ ટંકારા થી 1992 ની યાત્રા પ્રસ્થાન કરી હતી. આ ઉપરાંત પણ નરેન્દ્રભાઈ ટંકારા મર્ચન્ટ એસો સાથે વાતચીત નો ધરબો હતો અમુભાઈ સોની પરેશ કંસારા મહેશ પરમાર રાજપરાભાઈ વખતો વખત વાતચિત થતી હતી ને મુખ્યમંત્રી બન્યા બાદ ટંકારા અભિવાદન જીલવા માટે મેઈન બજારમાં આવ્યા હતા. 
આ ઉપરાંત ગુજરાતના મહામહિમ આચાર્ય દેવવ્રતજી પુર્વ રાજ્યપાલ ઓ. પી. કોહલી સિકિમ રાજ્યપાલ ગંગા પ્રસાદ, MDH મશાલા વાળા મહાશય પદ્મ ભૂષણ ધર્મપાલ, ભારતીય જનતા પાર્ટીના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે, જે પી નડ્ડા, મશહુર ફિલ્મ અભિનેતા મહેન્દ્ર કપુર, ખ્યાતનામ શ્રી મતી સ્નેહલતા હાડાં ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી દેશના અનેક રાજ્યના મહારાજા અને રાજવી પરિવાર ટંકારા આવ્યા હતા.
સ્વતંત્ર સેનાની ગિજુભાઈ વ્યાસ તો શેષ જીવન ટંકારા વિતાવયુ અને અંતેષ્ઠી પણ ઋષિ જન્મભૂમિની ખાતે થઈ. દેના બેંક ના માલિકના ધર્મ પત્ની જયાબેન અને ગિરધરલાલ મહેતા તો ટંકારા આર્યસમાજના શિલ્પી બન્યા હતા. પોરબંદરમાં ગાંધીજી નુ કિર્તિ મંદિર બનાવનાર શેઠ નાનજી કાલિદાસ મહેતા જેમણે ગુરૂકુલ કાર્યરત મોરબી રાજવીનો મહેલ ખરીદીમાં માતબર રકમ આપી આ ઉપરાંત હિરો હોન્ડા કંપનીના માલિક સત્યાનંદ મુજાંલ, રામનાથ સહગલ જે અનેક વર્ષો સુધી ટંકારા ટ્રસ્ટના હોદેદાર રહા. સુપ્રીમ કોર્ટેના રિટાયર્ડ ચિફ જસ્ટિસ મહેરચંન્દ મહાજન સહિત અનેક ન્યાયાધીશ, દ્રારકાપિઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી ગુજરાત રાજ્ય પોલીસ વડા પિ સી ઠાકોર, વણઝારા ટંકારા આવી ચુક્યા છે. આ સહિત અનેક નામાંકિત હસ્તીઓ ટંકારા પવિત્ર ભૂમિ પર પધારી ધન્યતા અનુભવી ચુક્યા છે.









