Monday, February 2, 2026
HomeGujaratમોરબીના લાલપર ગામે બાઈક પરથી પટકાતા પ્રૌઢને માથામાં ગંભીર ઈજા, સારવાર પૂર્વે...

મોરબીના લાલપર ગામે બાઈક પરથી પટકાતા પ્રૌઢને માથામાં ગંભીર ઈજા, સારવાર પૂર્વે મોત

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે રોડ પર બાઈક અકસ્માતમાં ૫૨ વર્ષીય પ્રૌઢનું મોત થયું છે. પાછળથી આવેલી બીજી બાઈક અથડાતાં તેઓ રોડ પર આવેલી પાળી પર પટકાયા હતા. જેથી માથામાં ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરના રવાપર રોડ ખાતે વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા ઉવ.૫૨ વાળા ગઈકાલ તા.૦૧-૦૨ ના રોજ રાત્રીના ૮.૩૦ વાગ્યા આસપાસ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે બાઇક લઈને ઉભા હતાં ત્યારે ત્યાં પાછળથી બીજી બાઇક આવીને ભટકાતાં ત્યા આવેલ પાળી પર પડતાં માથામાં ગંભીર ઇજા થતાં સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવર, ફરજ ઉપરના ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસ સ્થળ ઉપર પહોંચી અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!