મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં રંજાડ પશુ નિયંત્રણ, ગૌશાળામાં રાખવાની ક્ષમતા અને અત્યાર સુધીની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા કમિશનરની અધ્યક્ષતામાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ તથા ટંકારા વેટેનરી ઓફિસર અને ANCD વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટંકારા અને હળવદ તાલુકાની કુલ ૧૬ ગૌશાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગૌશાળા સંચાલકોએ અંદાજે ૫૫ પશુ રાખવાની બાહેંધરી આપી હતી. ANCD શાખાએ માર્ચ ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૨૪૫૨ રંજાડ પશુ પકડ્યા હોવાનું જણાવ્યું હતું, જેને ટેગિંગ અને RFID લગાવી મોરબી જીલ્લાના વિવિધ તાલુકાની ગૌશાળા અને પાંજરાપોળમાં કાયમી સંભાળ માટે મૂકવામાં આવ્યા છે. શહેરમાં રંજાડ પશુ નિયંત્રણ માટે નિયમિત કામગીરી ચાલુ હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.









