કન્ટેનર પલ્ટી મારી ગયુ બસના છોતરાં નિકળી ગયા મુસાફરો ના શ્ર્વાસ અધ્ધર
રાજકોટ-મોરબી રોડ પર આવેલા ટંકારા ઓવરબ્રિજ ઉતારતા સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસ ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે ઓવરબ્રિજ ઉપરથી આવતા એક કંટેનર ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં બસમાં મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને દરેકને મોટી દુર્ઘટનાનો ભય લાગ્યો હતો. જોકે, નસીબની વાત એ કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.
અકસ્માત બાદ મુસાફરો બસમાંથી રઝડી પડ્યા હતા અને ભયભીત અવસ્થામાં હતા.ઘટનાની જાણ થતાં જ ટંકારાના સેવાભાવી જલારામ હોટલના માલિક ભાવિનભાઈ સેજપાલ તેમજ અન્ય ગણમાન્ય સદસ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક મદદનો હાથ ધર્યો હતો અને મુસાફરોને શાંત કરી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરી હતી.આ અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિકને અસર થઈ હતી , જોકે કોઈ જાનહાનિ ન થવાથી રાહતનો શ્વાસ લેવાયો છે.
ટ્રક પલટી મારી સ્ટિટ લાઈટ ના પોલ સાથે ધડાકાભેર અથડાઈ રોગ સાઈડમાં પડ્યો બસ ની સાઈડના ભાગનો કચણધાણ નિકળી ગયો એ જોતાં અકસ્માત કેટલો ગંભીર છે એ સાબિત થાય છે.









