રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રજાકલ્યાણ અને પ્રજાલક્ષી કામગીરીના ભાગરૂપે હળવદ પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.હળવદ પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ લૂંટમાં ગયેલ રૂ.5.19 લાખનો મુદ્દામાલ ફરીયાદીને પરત અપાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનમાં પાર્ટ ગુ.ર.નં. 1118/2025 મુજબ ફરિયાદ નોંધાઈ હાટી કે, રાણેકપર રોડ ઉપર રહેતા ફરીયાદી રજનીકાંતભાઇ ભીખાભાઇ દેથરીયા સાથે આશરે રૂ. 6,90,000/- ની લૂંટની ઘટના બની છે. આ ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. અંબારીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને તપાસ દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.5,19,800/- રોકડા રૂપિયા રીકવર કર્યા હતા. જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આ રકમ ફરીયાદીને પરત આપવામાં આવી હતી.









