મોરબી તાલુકાના લાલપર ગામે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતાં તેનો મૃતદેહ મચ્છુ-૨ ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મળતી માહિતી અનુસાર, ગૌતમ બાબુલાલ હાડા ઉવ.૨૪ રહે. હાલ લાલપર પ્રિયાગોલ્ડ કારખાનાની બાજુમાં રહેતા અને મૂળ સુરજખોડી તા. નાગદા જી. ઉજૈન(મધ્યપ્રદેશ) વાળા ગત તા. ૧૦/૦૨ના લાલપર પ્રિયાગોલ્ડ કારખાનાની બાજુમાં આવેલી કેનાલમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન પાણીમાં ડૂબી જતાં ગુમ થયા હતા. જે બાદ તેની શોધખોળ દરમિયાન તેમની લાશ મોરબી તાલુકાના જોધપર ગામ સામે આવેલા મચ્છુ-૨ ડેમના પાણીમાંથી મળી આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









