વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાતાવીરડા ગામની સીમમાં સિસ્કોન કારખાનાની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બીપીનકુમાર ભાણજીભાઈ દલસાણિયા ઉવ. ૪૫ રહે. રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર રોડ મોરબી, આનંદભાઈ મનસુખભાઈ બરાસરા ઉવ.૨૯ રહે. નવા જાંબુડિયા મોરબી, યોગેશભાઈ ઘનશ્યામભાઈ અધારા ઉવ.૩૮ રહે. શ્રીજી ક્લોક સોસાયટી ઉમિયા સર્કલ પાસે મોરબી મૂળ ચમનપર તા. માળિયા(મી)અને રામનરેશ જગનસિંહ હરસાણા ઉવ.૩૪ રહે. મલ્ટી સ્ટોન સિરામિક જેતપરડા તા. વાંકાનેર મૂળ વધોલી તા. ખીરાગઢ જી. આગ્રા (ઉત્તર પ્રદેશ) વાળાને રોકડા રૂ.૨૭,૯૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






