મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ રૂ.૫,૫૦૦/- રોકડની ચોરી કરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ કાલરિયા ઉવ.૩૬ એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગત તા.૧૮/૦૨ના રોજ સવારે પોતાની પત્ની સાથે અમદાવાદ ખાતે સગાંના ઘરે ગયા હતા. જે બાદ ગઈકાલે તા ૧૯/૦૨ ના રોજ વહેલી સવારે ઘરે પરત ફરતાં મકાનનો મુખ્ય હોલના દરવાજાનું તાળું તૂટેલું અને નકૂચો વળેલો હાલતમાં મળ્યો હતો તેમજ ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં ફ્રિજના કવરખાનામાં રાખેલા રૂ.૫,૫૦૦/- રોકડા અને પર્સમાં રાખેલી ગોલ્ડન કલરની ધાતુની ચેઇનની ચોરી થઈ હતી. હાલ ચોરીના બનાવ અંગે સંદીપભાઈની ફરિયફને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









