Saturday, February 21, 2026
HomeGujaratમાળિયા મી.બગસરા ગ્રામપંચાયત દ્વારા પીજીવીસીએલ ને કરાઈ લેખિત રજૂઆત

માળિયા મી.બગસરા ગ્રામપંચાયત દ્વારા પીજીવીસીએલ ને કરાઈ લેખિત રજૂઆત

માળિયા (મી.) તાલુકાના બગસરા ગામે વીજ પુરવઠાની અત્યંત ખરાબ સ્થિતિને લઈને બગસરા ગ્રામપંચાયત દ્વારા PGVCLના પીપળીયા પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઇજનેરને તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે. ગામમાં જુના ટી.સી., નમેલા પોલ અને ખુલ્લા તારને કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓના જીવને જોખમ ઉભું થયું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બગસરા ગ્રામપંચાયત દ્વારા PGVCLના નાયબ ઇજનેરને કરાયેલ રજુઆત મુજબ, બગસરા ગામમાં આવેલ જુના ટ્રાન્સફોર્મરની હાલત અત્યંત ભયંકર છે. ફ્યુઝ અને ડી.ઓ.માં વારંવાર ફોલ્ટ સર્જાતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. કામગીરી માટે વારંવાર ફોન કરવા છતાં વિલંબથી જવાબ મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જુના ટી.સી.ના કારણે ગામમાં પૂરતો પાવર મળતો નથી અને તેની તાત્કાલિક મેઈન્ટેનન્સ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ખાસ કરીને ગામની પ્રાથમિક શાળામાં આશરે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની આસપાસ ખુલ્લા વીજ તાર અને નમેલા જુના પોલને કારણે બાળકોના જીવને સતત જોખમ રહેલું હોવાનું ગ્રામપંચાયતએ નોંધાવ્યું છે. આ અંગે તાત્કાલિક સમારકામ અને સુરક્ષાત્મક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ગામના રહેવાસીઓ દ્વારા અગાઉ તા. ૨૭/૦૪/૨૦૨૨ અને તા. ૩૧/૧૨/૨૦૨૪ના રોજ પણ લેખિત રજુઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ફરીથી રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે. ગ્રામપંચાયતએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામજનોએ સાથે રાખી કચેરીએ ધરણાં-પ્રદર્શન કરવાની ફરજ પડશે. ઉપરાંત, યોગ્ય પગલાં નહીં લેવાય તો સરપંચ તરીકે રાજીનામું આપવાની પણ ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. બગસરા ગ્રામપંચાયતએ PGVCLને ગ્રામજનોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!