મોરબી તાલુકાના રફાળેશ્વર સ્થિત નળીયાના કારખાનાની લેબર કોલોનીમાં શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરનાર કાનાભાઈ દેવાભાઈ ઘુમડા રહે. હાલ પ્રજાપતિ નળીયાના કારખાનાની કોલોની વાળા દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમના નાના ભાઈ ધનજીભાઈ દેવાભાઈ ઘુમડા રહે. કૈલાશ નળીયા કારખાનાની લેબર કોલોની રફાળેશ્વર ખાતે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે અ.મોતની નોંધ કરી ઇન્કવેસ્ટ પંચનામા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.









