Tuesday, February 24, 2026
HomeGujaratમોરબીમાં આજે રાત્રે હિન્દુ મહાસંમેલન:સાંસ્કૃતિક કાર્યક્રમોનુ ભવ્ય આયોજન

મોરબીમાં આજે રાત્રે હિન્દુ મહાસંમેલન:સાંસ્કૃતિક કાર્યક્રમોનુ ભવ્ય આયોજન

“હિન્દુ જાગશે, તો રાષ્ટ્ર જાગશે; રાષ્ટ્ર જાગશે, તો વિશ્વનું કલ્યાણ થશે” ના સંકલ્પ સાથે મોરબી ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુવાદીઓને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હિન્દુ મહાસંમેલન સમિતિના જણાવ્યા અનુસાર, હિન્દુ મહાસંમેલન સમિતિ, ક્રિષ્ના વસતી, રવાપર રોડ દ્વારા આજે રાત્રે 8:00 વાગ્યે કુળદેવી પાનની સામેનું મેદાન, શક્તિ ટાઉનશીપની બાજુમાં, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ દરમિયાન “તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ” દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુતિ યોજાશે, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહેશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન મહંત દામજી ભગત (નકલંક મંદિર–બગથળા) દ્વારા આપવામાં આવી રહ્યું છે. સાથે જ સ્વામી આત્માનંદ સરસ્વતીજી (ભજનાનંદ આશ્રમ–બોટાદ) ની ઉપસ્થિતિ પણ રહેશે. વધુ માહિતી માટે મહેશભાઈ વેકરીયા – 99097 57498 તથા જીતલભાઈ ઠોરીયા – 96389 99955 નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. આયોજકો દ્વારા હિન્દુ સમાજને એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!