મોરબી જીલ્લા પંચાયતમાં આજે યોજાઈ ગયેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૭૭૬ કરોડનું નવું બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પંચાયત અને વિકાસ, બાંધકામ, શિક્ષણ, કૃષિ અને વધુ માટે ફંડ પણ અનુકૂળ કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જીલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘી, સચિવ અને જીલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી સહિતના સદસ્યોએ હાજરી આપી હતી. જે અન્વયે વર્ષ ૨૦૨૬-૨૭ માટે જીલ્લા પંચાયતનું નવું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કુલ રૂ.૭૭૬ કરોડના આ બજેટમાં ૭૩ કરોડ ૮૩ લાખનું સ્વભંડોળનો સમાવેશ છે.
આ ઉપરાંત ૨૦૨૬-૨૭ના બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પંચાયત અને વિકાસ માટે રૂ.૧૦૩૨.૮૩ લાખ, બાંધકામ માટે રૂ.૩૯૧.૬૫ લાખ, શિક્ષણ માટે રૂ.૨૬૩ લાખ, સામાન્ય વહીવટ માટે રૂ.૧૬૭ લાખ, કૃષિ માટે રૂ.૧૫.૧૦ લાખ આ સિવાય, ૪૩ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર અને શોશ ખાડાની સફાઈ માટે જેટિંગ મશીનની ખરીદી પણ કરવામાં આવી છે. વિશેષ કાર્યના ભાગરૂપે, જીલ્લામાં ૩૬૨ ગામોમાં પોષણ ખાટલાની માંગણી સામે ૨૬૨ પોષણ ખાટલાની ખરીદી પણ કરવામાં આવી છે. અંતે, મોરબીના વીરપરથી લીલાપર રોડને મોરબી જીલ્લા પંચાયતે ઓ.આર.પટેલનું નામકરણ કર્યું છે.









