Friday, November 6, 2026
HomeGujaratનવલખી નજીક દરિયાઈ ખાડી વિસ્તારમાંથી અજાણ્યા માનવના કંકાલના અવશેષો મળી આવ્યા

નવલખી નજીક દરિયાઈ ખાડી વિસ્તારમાંથી અજાણ્યા માનવના કંકાલના અવશેષો મળી આવ્યા

જુમાવાડી પાસે વેણ નજીકથી અવશેષો મળતા પોલીસને જાણ કરાઈ: પોલીસે એ.ડી. નોંધ કરી તપાસ હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના નવલખી જુમાવાડી નજીક દરિયાઈ ખાડી વિસ્તારમાંથી અજાણ્યા માનવના કંકાલના અવશેષો મળી આવતા ચકચાર મચી છે. બનાવ મામલે માળીયા(મી) પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની તજવીજ શરૂ કરી છે.

માળીયા(મી) તાલુકાના નવલખી જુમાવાડીની બાજુમાં આવેલા દરિયાઈ ખાડી વિસ્તારના વેણ નજીકથી ગત તા. ૦૪/૧૧/૨૦૨૬ના રોજ કોઈ અજાણ્યા માનવના કંકાલના અવશેષો મળી આવ્યા હતા. આ અંગે જુમાવાડીમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા અકબરભાઈ હારૂનભાઈ સાઇચા ઉવ.૩૫એ પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી, મળી આવેલા કંકાલના અવશેષો કોના છે અને મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું તે સહિતની બાબતો જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!