Thursday, March 5, 2026
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પર કોમ્પ્લેક્ષની અગાસી પરથી પટકાતા આધેડનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર કોમ્પ્લેક્ષની અગાસી પરથી પટકાતા આધેડનું મોત

મોરબીના લખધીરપુર રોડ સ્થિત કોમ્પ્લેક્ષની અગાસી પરથી નીચે પટકાતા ૪૨ વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્ષ ખાતે ગઈકાલ તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ રાજેશભાઈ મુન્નાલાલ સવિતા ઉવ.૪૨ રહે. લખધીરપુર રોડ પરિશ્રમ કોમ્પ્લેક્ષ મોરબી વાળા કોઈ કારણસર કોમ્પ્લેક્ષની અગાસી પરથી નીચે પટકાયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ મામલે પોલીસને જાણ કરતા, બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી વધુ ટોઅસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!