વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંધાવદર ગામ નજીક પાણીના વોકળામાં આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આ મામલે અ.મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામથી આગળ ઓઇલ પાઇપલાઇન ઓફિસ પાસેથી કોઝવે તરફ જતા રસ્તે અંદાજે ૫૦ મીટર આગળ રોડની સાઇડમાં આવેલ પાણીના વોકળામાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે સિંધાવદર લીંબાપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ પરષોતમભાઈ દંતેસરીયાએ ગત તા ૦૩/૦૩ ના રોજ પોલીસને જાણ કરી હતી. મૃતદેહ આશરે ૩૦ થી ૩૫ વર્ષના પુરુષનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ જારી મૃતકની ઓળખ મેળવવા આગળની તપાસ શરૂ કરી છે.









