મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૩૦ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે બિપિનભાઈ અરજણભાઈ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









