મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડી ચામુંડાનગર વિસ્તારમાં એક પ્રૌઢ દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ચામુંડાનગર શેરી નં.૧ ખાતે રહેતા ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકી ઉવ.૫૫ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ફરજ ઉપર રહેલ ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









