Saturday, March 7, 2026
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે ફેક્ટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મોત

મોરબીના જાંબુડીયા ગામે ફેક્ટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન વીજશોક લાગતા ૨૩ વર્ષીય શ્રમિકનું મોત થયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા જાંબુડીયા ગામની સીમમાં આવેલી મેક્ષ ગ્રેનીટો સિરામિક કંપનીમાં કામ કરતી વખતે એક શ્રમિકને વીજશોક લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ સુમિતકુમાર શ્યામનારાયણ ચૌહાણ ઉવ.૨૩ રહે.કંપનીના લેબર ક્વાર્ટરમાં જે કંપનીની ગ્લેઝ લાઇનમાં કામ કરતા હતા તે દરમિયાન કોઈ કારણસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેમનું મોત થયું હતું. બનાવ બાદ મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!