મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતી પ્લોટ શેરી નં. ૩ માં સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૧-ટીએચ-૩૪૮૨ બિનવારસી શંકાસ્પદ હાલતમાં રેઢી પડેલ જોવામાં આવર, રિક્ષાની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના ઝબલામાં વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૨૦ નંગ બોટલ કિ.રૂ.૨,૪૦૦/-મળી આવી હતી. જેથી પોલીસે સીએનજી રીક્ષા કિ.રૂ.૫૦ હજાર તેમજ વિદેશી દારૂ સહિત ૫૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી રીક્ષા ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









