વાંકાનેરમાં સોનાના સાચા હોલમાર્ક ઘરેણા બતાવી પાંચ લાખમાં વેચવાનો સોદો કરી ખોટા ઘરેણા આપીને પૈસા લઈ જતાં એક વ્યક્તિ અને સાથેના બે અજાણ્યા શખ્સો સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાંકાનેર ખાતે દેલવાડિયા સાહેબના દવાખાના સામે રહેતા અને સતિશભાઈ હરસુખલાલ ચારોલીયા ઉવ.૨૫ તથા તેમની માતાને સોનાના સાચા હોલમાર્ક ઘરેણા બતાવી વેચાણ કરવાનો સોદો કરી ઠગાઇ કરવાના બનાવ અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી રામકુંભાઈ માથાસુરિયા રહે.અમરેલી તા.જી.અમરેલી તથા તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ખોડિયાર ચાની હોટેલ સામે આરોપી રામકુભાઈ માથાસુરીયા તથા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ૮ લાખના સોનાના દાગીનાનું બિલ તેમજ હોલમાર્કવાળા ઘરેણાં બતાવી પાંચ લાખ રૂપિયામાં સોનાના ઘરેણા આપવાની વાત કરી હતી. ત્યારબાદ આરોપીઓએ સાચા ઘરેણાની જગ્યાએ ખોટા બનાવટી ઘરેણા આપી રોકડ રૂપિયા પાંચ લાખ લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રામકુભાઈ માથાસુરીયા તથા બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) અને ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









