મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય યુવતીનું ટીબીની બીમારીમાં વધુ તબિયત બગડતાં સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શોભેશ્વર રોડ પર ચિંતક વિદ્યાલયની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા કોમલબેન દેવશીભાઈ ચંદ્રાવડીયા ઉવ.૩૨ લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ત્યારે તે દરમિયાન તા. ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ તેમની તબિયત વધુ બગડતાં તેણીને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જોકે સારવાર દરમિયાન તા.૧૫ માર્ચના રોજ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કોમલબેનના પિતા દેવશી રણમલભાઈ ચંદ્રાવડીયા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









