મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની અછતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિરામિક એસોસિયેશનની બેઠકમાં ઉદ્યોગોને 25 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી મુજબ, દર વર્ષે સિરામિક ઉદ્યોગોમાં એક વખત આશરે એક મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવે છે.જોકે આ વખતે ગેસની વધતી કટોકટીને ધ્યાનમાં રાખીને વહેલી તકે જ 15 એપ્રિલ સુધી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ગેસની અછતને કારણે વેકેશન જાહેર થાય તે પહેલા જ મોરબીના 400 વધુ સિરામિક યુનિટો બંધ થઈ ચૂક્યા છે. હાલની પરિસ્થિતિને જોતા ધીમે ધીમે અન્ય યુનિટો પણ પોતાનો પ્લાન્ટ બંધ કરીને શટડાઉનમાં તરફ આગળ વધશે અને સિરામિક ઉદ્યોગ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે,કારણ કે ગેસ સપ્લાયમાં પડતી અછતના કારણે ઉત્પાદન પર સીધી અસર થઈ રહી છે.









