હવામાન નિષ્ણાત રમેશ બસીયા નાના ખિજડીયા એ આપેલી માહિતી અનુસાર આજે સાંજે કચ્છના અમુક વિસ્તારોમાં અને આવતીકાલે મોરબી, માળીયા, જામનગર, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે છૂટા-છવાયા વિસ્તારોમાં હળવા થી ભારે ઝાપટા પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે બસીયાએ જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપ (WD)ને કારણે વાતાવરણમાં અસ્થિરતા આવી ગઈ છે અને આજથી હવામાનમાં પલટો જોવા મળશે.વધુમાં નિષ્ણાતે ચેતવણી આપી છે કે વાતાવરણમાં અસ્થિરતાને લીધે જ્યાં વરસાદ અને ગાજવીજ પડે ત્યાં પવનની ગતિ વધુ રહેવાની સંભાવના છે.









