Wednesday, March 18, 2026
HomeGujaratમોરબીમાં અજાણ્યા પુરુષનું મૃત્યુ: વાલી વારસની શોધખોળ

મોરબીમાં અજાણ્યા પુરુષનું મૃત્યુ: વાલી વારસની શોધખોળ

મોરબી શહેરમાં એક અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું છે. ત્યારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મૃતકનો વાલી-વારસો શોધવા તજવીજ હાથ ધરી છે. તેમજ હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ગત તા.17/03/2026ના રોજ સાંજે અંદાજે 5:50 વાગ્યા પહેલા મોરબી 02 સર્કિટ હાઉસ નજીક જાહેર રસ્તા પાસે ફૂટપાથ પર એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ફેફસાની બિમારીને કારણે મોત થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે મૃતકની ઉંમર અંદાજે 40 થી 45 વર્ષ જેટલી હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકના જમણા હાથ પર “નેહાબેન મોહમ્મદભાઈ” હિન્દીમાં ટેટૂ કરાવેલ છે. મૃતકે આછા ગુલાબી રંગની બંદી તથા કાળા રંગનું ટ્રેક પેન્ટ પહેરેલ છે. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે અને વધુ ઓળખ માટે મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ મૃતક વિશે માહિતી જાણતા હોય તો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!