Wednesday, March 18, 2026
HomeGujaratગુજરાત ATS એ ઉતરપ્રદેશમાં દરોડો પાડી કરોડોના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી...

ગુજરાત ATS એ ઉતરપ્રદેશમાં દરોડો પાડી કરોડોના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા:૧૨ દિવસ વોચ રાખ્યા બાદ પાર પડાયું ઓપરેશન

ગુજરાત ATS દ્વારા નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત મોટી કાર્યવાહી કરતા ઉત્તરપ્રદેશના આંબેડકરનગર ખાતે ચાલતી MD ડ્રગ બનાવતી ક્લેન્ડેસ્ટાઈન લેબોરેટરી પકડી પાડવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ગત તા. 01/03/2026ના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી 4.6 ગ્રામ મેફેડ્રોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યા બાદ ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં શફાતઅહેમદ ઉર્ફે ચાંદ, સોહીલ ઉર્ફે ભુરા મીર્ઝા અને ફરહાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આગળની તપાસ દરમિયાન આરોપીઓની પુછપરછમાં ખુલાસો થયો કે મેફેડ્રોનનો મોટો જથ્થો ઉત્તરપ્રદેશમાંથી સપ્લાય થતો હતો. આ આધારે ATS દ્વારા ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં પંકજ અને કપીલ નામના ઇસમો આંબેડકરનગરમાં ગેરકાયદેસર લેબ ચલાવતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ATSની ટીમે લગભગ 12 દિવસ સુધી ગુપ્ત દેખરેખ રાખી અને યોગ્ય સમયે ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી રામનગર કરૈ ગામમાં રેઈડ કરી હતી. જ્યાં એક પતરાના શેડમાં ચાલુ હાલતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. રેઈડ દરમિયાન ATSએ 6 કિલો મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો પ્રતિબંધિત કેમિકલ તેમજ અંદાજે 200 કિલો રો મટીરિયલ કબજે કર્યું હતું. સાથે જ બે મુખ્ય આરોપી કપીલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ગુજરાત ATS માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, જેનાથી નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર મોટો પ્રહાર થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!