વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે વાડીની ઓરડીમાં ચાલતી જુગારની મીની ક્લબ ઉપર પોલીસે દરોડો પાડી ૭ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થયો છે. વાંકાનેર સીટી પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.૧.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વાંકાનેર સીટી પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે લીંબાળા ગામે વાડીની ઓરડીમાં આરોપી ઇરફાનભાઇ હનિફભાઇ બ્લોચ દ્વારા અન્ય આરોપીઓને બોલાવી આર્થિક લાભ માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોય જેથી મળેલ બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા જ્યાંથી તીનપત્તિનો જુગાર રમતા ૧)ઇરફાનભાઇ હનિફભાઇ બ્લોચ ઉવ.૪૫ રહે.ચન્દ્રપુર માર્કેટીંગયાર્ડ પાસે સો વારીયા પ્લોટ તા.વાંકાનેર, ૨)દિપકભાઇ ઉર્ફે બટક દેવશીભાઇ હડાણી ઉવ.૩૪ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨, ૩)સંદિપભાઇ ઉર્ફે કાનો રમણીકભાઇ માણેક ઉવ.૪૫ રહે.વાંકાનેર કડીયાવાડ પોસ્ટ ઓફીસ સામે, ૪)મેહુલભાઇ વિનયચન્દ્ર મારૂ ઉવ.૪૫ રહે.વાંકાનેર પુલ દરવાજા શાક માર્કેટ પાછળ, ૫)આરીફભાઇ હનિફભાઇ બ્લોચ ઉવ.૪૮ રહે.વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં.૩, ૬)અમિતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી ઉવ.૩૩ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨ તથા ૭)વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ ઉવ.૩૦ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૩ વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે એક આરોપી રાજુભાઇ કોળી રહે. લીંબાળા ગામ વાળો રેઇડ દરમિયાન નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૯૮,૫૦૦/- તેમજ ૭ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૫૩,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









