Friday, March 20, 2026
HomeGujaratટંકારાની સરદારનગર સોસાયટીના રહેણાંકમાંથી ઇંગ્લિશ દારૂની ૧૦૧ બોટલ સાથે એક પકડાયો

ટંકારાની સરદારનગર સોસાયટીના રહેણાંકમાંથી ઇંગ્લિશ દારૂની ૧૦૧ બોટલ સાથે એક પકડાયો

ટંકારા પોલીસે સરદારનગર વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે એક આરોપીને ઝડપી લઈ કુલ રૂ.૩૭,૧૯૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ માથક ટીમને મળેલી બાતમીના આધારે સરદારનગર-૦૩ વિસ્તારમાં આવેલ ઇમરાનભાઈ ઉર્ફે બોટલના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી ઇમરાનભાઈ ઉર્ફે બોટલ હનીફભાઈ વીકીયા ઉવ.૨૩ મૂળ ટંકારાના સરાયા ગામ વાળાને અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલી.ની ૩૭ નંગ બોટલ તથા ૧૮૦મીલી.ની ૬૪ નંગ બોટલ તેમાં એક મોબાઇલ સહિત કુલ રૂ.૩૭,૧૯૦/- ના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!