Friday, March 20, 2026
HomeGujaratટંકારાના છત્તર ગામની દીકરીને પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ

ટંકારાના છત્તર ગામની દીકરીને પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ

દારૂના નશામાં પતિનો અત્યાચાર, દહેજની માંગ અને મારપીટ સહિતના આક્ષેપો સાથે મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહિલા પોલીસ મથકે ટંકારા તાલુકાના છત્તર ગામની યુવતીની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પીડિતાએ પતિ દ્વારા દારૂના નશામાં મારપીટ, દહેજની માંગ, માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા અને રાજકોટ-જામનગર રોડ મનહરપુર રાજકોટ ખાતે સાસરું ધરાવતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા ઉવ.૨૯એ રાજકોટ નિવાસી પતિ અક્ષયભાઈ ભુપતભાઇ વાનકીયા, સાસુ ભાનુબેન ભુપતભાઇ વાનકીયા, સસરા ભુપતભાઇ વાઘજીભાઈ વાનકીયા, નણંદ સોનલબેન અને ક્રિષ્નાબેન સહિત સાસરિયાઓ સામે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, પતિ અક્ષયભાઈને દારૂની લત લાગી જતા અવારનવાર મારપીટ અને શંકા-કુશંકાના કારણે પીડિતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. સાસુ-સસરા અને નણંદો પણ પતિને ચડામણી કરતા અને દહેજમાં પૈસા તથા ઘરેણાં લાવવાની માંગણી કરતા હતા. ગત ૧૪ ફેબ્રુઆરીએ પતિ અને નણંદોએ મળીને મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે પીડિતા બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેને ઘરેથી કાઢી મુકાતા તે માવતરે આવી ગઈ હતી. ફરિયાદી મનીષાબેને વધુમાં આક્ષેપ કર્યો છે કે પતિએ તેની સોશિયલ મીડિયા આઈડીનો દુરુપયોગ કરી તેના ચારિત્ર્યને બગાડવાનો પ્રયાસ કર્યો હતો તથા બાળકોને મળવા પણ દીધા નહોતા. હાલ પીડિતા પોતાના માવતરે રહે છે જ્યારે તેના બંને સંતાનો પતિ પાસે છે. ત્યારે સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસ દ્વારા આરોપી પતિ, સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!