Friday, March 20, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં ‘મિની ફાયર ટેન્ડર’નો ઉમેરો

મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં ‘મિની ફાયર ટેન્ડર’નો ઉમેરો

સાંકડી ગલીઓમાં ત્વરિત કામગીરી માટે આધુનિક સુવિધાસભર નાનું ફાયર વાહન ઉપલબ્ધ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં મિની ફાયર ટેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીચ વસાહતો અને સાંકડા રસ્તાઓમાં ઝડપી કામગીરી માટે આ વાહન ખૂબ ઉપયોગી સાબિત થશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ સુવિધા આપવામાં આવી છે, જે આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે.

મોરબી શહેરમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં ઝડપી કામગીરી માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં મિની ફાયર ટેન્ડર ઉમેરવામાં આવ્યું છે. સાંકડા રસ્તાઓ અને ગીચ વિસ્તારોમાં મોટા ફાયર વાહનો પહોંચી શકતા નથી, ત્યારે આ નાનું અને ચપળ ટેન્ડર ઝડપથી ઘટનાસ્થળે પહોંચી આગ પર પ્રાથમિક કાબૂ મેળવશે. ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ આ વાહનથી આવન જાવનનો સમય ઘટશે અને જાન-માલનું નુકસાન ઓછું થશે. લેડર, હોઝ રીલ સહિત આધુનિક સાધનોથી સજ્જ આ ટેન્ડર ખાસ કરીને પોળ અને ગીચ વસાહતોમાં ખૂબ ઉપયોગી રહેશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC)ના માર્ગદર્શન હેઠળ મળેલી આ સુવિધાથી મોરબી ફાયર વિભાગ વધુ સજ્જ બન્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!