Friday, March 20, 2026
HomeGujaratવાંકાનેરના વિરપર ગામે ૧૦૦૦ લીટર ઠંડા આથા સાથે બુટલેગર ઝડપાયો

વાંકાનેરના વિરપર ગામે ૧૦૦૦ લીટર ઠંડા આથા સાથે બુટલેગર ઝડપાયો

વાંકાનેર તાલુકાના વિરપર ગામે પોલીસે પૂર્વ બાતમીને આધારે પાડેલ દરોડા દરમ્યાન ૧૦૦૦ લીટર ઠંડા આથા અને ૪૫ લીટર દેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. કુલ રૂ.૩૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિરપર ગામની સીમમાં આવેલા વડીયા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ખરાબામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી, દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ૧૦૦૦ લીટર ઠંડો આથો તથા ૪૫ લીટર તૈયાર દેશી દારૂ ઝડપી લેવાયો હતો. પોલીસે સ્થળ પર જ ઠંડો આથો નાશ કરી કુલ રૂ.૩૪,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે આરોપી વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા રહે. જોધપર નદી તા.જી.મોરબી વાળાની અટક કરી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!