Saturday, March 21, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં એક જ દિવસે ચાર અપમૃત્યુના બનાવ નોંધાતા ચકચાર

મોરબી જીલ્લામાં એક જ દિવસે ચાર અપમૃત્યુના બનાવ નોંધાતા ચકચાર

મોરબી જીલ્લામાં એક જ દિવસે અલગ અલગ સ્થળોએ ચાર અપમૃત્યુના બનાવ નોંધાતા ચકચાર મચી છે. જેમાં ત્રાજપર નજીક બિલ્ડીંગ પરથી પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું, જ્યારે એક મહિલાનું પડી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું. ટંકારા તાલુકામાં ઝાડ પરથી પડતા મજૂરનું મોત થયું તો હળવદમાં બાઈક સ્લીપ થતાં વ્યક્તિએ દમ તોડ્યો હતો. ચારેય બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસના ઉપરના માળેથી પડી જતા માધાપર શેરી નં.૨૪ માં રહેતા ગણેશભાઈ માવજીભાઈ પરમાર ઉવ.૪૦નું મોત થયું હતું. ઘટનાની જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બીજા અપમૃત્યુના બનાવમાં ત્રાજપર વિસ્તારમાં ભરવાડ સમાજની વાડી નજીક રહેતા ગોમતીબેન મેરુભાઈ માંડવીયા ઉવ.૪૧ ને ઘરે પડી જતા બેભાન થઈ ગયા બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક દેવળીયા રોડ ઉપર એક મજૂર કલસીંગ બનાભાઇ પરમાર ઉવ. આશરે ૩૫ રહે.બંગાવડી ગામ કેશુભાઇની વાડીમા તા-ટંકારા મુળ ગામ- પાવગામ છાપરી ફળીયા તા-ધાનપુર જી-દાહોદ વાળા ઝાડ પર ડાળી કાપવા ચડ્યા હતા ત્યારે નીચે પડી જતા ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક કેટી મીલ પ્રાથમિક શાળા સામે હાઈવે ઉપર બાઈક રજી.નં. એમપી-૬૯-ઝેડડી-૦૬૩૧ લઈને જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણ જી રહ્યા હોય તે દરમિયાન બાઇક સ્લીલ થઈ જતા તેઓને માથા અને શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!