માળીયા(મી) પોલીસ ટીમ રમજાન ઇદ તહેવારને અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે માળીયા(મી) વિસ્તારમાં આવેલ વિશાલા હોટલ નજીક કાચા રસ્તા ઉપરથી આરોપી સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા ઉવ.૩૨ રહે. માળીયા-કચ્છ હાઇવે વિશાલા હોટલ પાછળ માળીયા(મી) વાળાને એક દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









