Sunday, March 22, 2026
HomeGujaratમોરબીના નવા ફડસર ગામે ઉકરડો હટાવવા મામલે વૃદ્ધ પર કુહાડીથી હુમલો: બે...

મોરબીના નવા ફડસર ગામે ઉકરડો હટાવવા મામલે વૃદ્ધ પર કુહાડીથી હુમલો: બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના નવા ફડસર ગામે પોતાની માલિકીની જગ્યાએથી ઉકરડો હટાવવાનું કહેનાર ૭૫ વર્ષીય વૃદ્ધ ઉપર પડોશી બે ભાઈઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ કુહાડી અને લાકડી તેમજ ઢીકા પાટુથી હુમલો કરી વૃદ્ધને માથામાં અને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. વૃદ્ધ હાલ સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે બે આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાન નવા ફડસર ગામે રહેતા ૭૫ વર્ષીય રાજાભાઈ રવાભાઈ કુંભારવાડીયાએ તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદી રાજાભાઈ પોતાના ભાઈ સાથે ઘરની બહાર બેઠા હતા ત્યારે પડોશી રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડીયા અને લખમણભાઈ દેવાભાઈ કુંભારવાડીયા રહે. બંને નવા ફડસર વાળા ત્યાં આવ્યા હતા. અને ઉકરડો હટાવવાની વાતને લઈને બોલાચાલી કરી, આરોપી રામીયાભાઈએ પોતાના હાથમાં રહેલી કુહાડી વડે રાજાભાઈના માથાના ભાગે ઘા મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમ્યાન આરોપી લખમણભાઈએ લાકડી વડે રાજાભાઈના ડાબા હાથ પર ઘા મારી દેતા ફેક્ચર થયું હોવાનું તબીબી તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ દેકારો થતા બંને આરોપીઓ સ્થળ ઉઓરથી ચાલ્યા ગયા હતા. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!