Sunday, March 22, 2026
HomeGujaratમકનસર ગામે ઓરડીમાંથી ૮૬૦ લીટર દેશી દારૂ તથા ઠંડો આથો ઝડપી લેતી...

મકનસર ગામે ઓરડીમાંથી ૮૬૦ લીટર દેશી દારૂ તથા ઠંડો આથો ઝડપી લેતી તાલુકા પોલીસ

મોરબી તાલુકાના મકનસર ગામે રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ ખરાબામાં બનાવેલ ઓરડીમાં પૂર્વ બાતમીને આધારે પોલીસ દ્વારા રેઇડ કરી ૮૦૦ લીટર ઠંડો આથો અને ૬૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૩૨,૦૦૦નો જથ્થો ઝડપી લેવાયો છે. રેઇડ દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મકનસર (ગોકુલનગર) ગામ પાછળ રેલવે સ્ટેશન પાસે આવેલ ખરાબાની જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં આરોપી રામાભાઈ રણછોડભાઈ ઝાપડા દ્વારા બનાવવામાં આવેલી ઓરડીમાંથી ૮૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૨૦ હજાર તેમજ આશરે ૬૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૨ હજાર એમ કુલ રૂ.૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી રામાભાઈ રણછોડભાઈ ઝાપડા રહે.રફાળેશ્વર ગામ તા.જી.મોરબી વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!