Monday, March 23, 2026
HomeGujaratવ્યાજખોરો વિરુદ્ધ લડવા ફરી એક વખત મોરબી જિલ્લા પોલીસ દ્વારા તા.૨૪ માર્ચના...

વ્યાજખોરો વિરુદ્ધ લડવા ફરી એક વખત મોરબી જિલ્લા પોલીસ દ્વારા તા.૨૪ માર્ચના રોજ જનસંપર્ક સભાનું આયોજન

મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસે જનસંપર્ક સભાનુ આયોજન કર્યું છે.જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવામાં આવશે. અને વ્યાજખોરોની ચુકાલમાંથી ભોગ બનારને મુક્ત કરાવા બેંકો સાથે ટાઈપ કરી લોન પણ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતિ અનુસાર, રાજ્યના DGP અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૪/૦૩/૨૦૨૬ ના સાંજે ૪:૦૦ વાગ્યે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર વ્યાજ વટાવ/નાણા ધીરધાર કરનાર ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ભોગ બનેલ નાગરીકોની રજુઆતો/ફરીયાદો સાંભળી યોગ્ય નીરાકરણ કરવામાં આવશે./તેમજ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કૃત બેંકો/ સેડયુલેડ બેંકો/કો-ઓપરેટીવ બેંકો/માઇક્રો ફાયનાન્સના પ્રતિનિધીઓ હાજર રહેનાર હોય, જેથી જરૂરીયાતમંદ નાગરીકો બેન્કો પાસેથી લોન મેળવી શકે તે મુજબનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરીકોએ હાજર રહેવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!