વાંકાનેરના મહાદેવનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ૫૬ વર્ષીય પ્રૌઢને અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું. ત્યારે અકાળે મૃત્યુને કારણે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
વાંકાનેર શહેરના કિશાન સોસાયટી મહાદેવનગર વિસ્તારમાં રહેતા મૂળ વઘાસીયા ગામ તા.વાંકાનેરના વતની કિશોરસિંહ બનેસિંહ ઝાલા ઉવ.૫૬ને ગઈકાલ તા.૨૨/૦૩ના રોજ તેઓ તેમના ઘરે હોય તે દરમિયાન અચાનક જોરદાર હાર્ટ એટેકના કારણે તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી કિશોરસિંહને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કતી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









