Monday, March 23, 2026
HomeGujaratમોરબીમાં રબારી-ભરવાડ સમાજની એકતા માટે મહામિલન બેઠક સંપન્ન

મોરબીમાં રબારી-ભરવાડ સમાજની એકતા માટે મહામિલન બેઠક સંપન્ન

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની એકતા મજબૂત બનાવવા મચ્છુ માતાજી મંદિરે ઐતિહાસિક મહામિલન બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રબારી-ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા સમાજની એકતા અને અસ્મિતા મજબૂત બનાવવા માટે મહામિલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ મચ્છુ માતાજી મંદિરે યોજાયેલ આ કાર્યક્રમમાં બંને સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં સમાજના સર્વાંગી વિકાસ માટે સંગઠનની મહત્વતા પર ભાર મુકાયો હતો અને એકતા દ્વારા મજબૂત ભવિષ્ય નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનોને ખાસ કરીને આગળ આવીને સમાજના હિતમાં કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે કાર્યક્રમના વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે અંતે ઉપસ્થિત તમામે તાવા પ્રસાદ (સમૂહ ભોજન) લઈ કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!