Monday, March 23, 2026
HomeGujaratમોરબી: મોહનભાઈ કુંડારીયાની BBSSLના ડિરેક્ટર પદે નિમણૂક

મોરબી: મોહનભાઈ કુંડારીયાની BBSSLના ડિરેક્ટર પદે નિમણૂક

મોરબી: ગુજરાત ભાજપના સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયાની ભારતીય બીજ સહકારી લિમિટેડ (BBSSL) ના ડિરેક્ટર પદે નિમણૂક થતાં મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા હર્ષ વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયાની કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ સંસ્થા ભારતીય બીજ સહકારી લિમિટેડ (BBSSL)ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને મોરબી જીલ્લા ભાજપ દ્વારા હર્ષભેર વધાવવામાં આવી છે. જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્તમાં જણાવ્યું કે, મોહનભાઈનો સહકારી ક્ષેત્રનો અનુભવ રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોના કલ્યાણ અને બીજ ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગી બનશે. આ તકે જીલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!