મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનો સાથે પરામર્શ કર્યા બાદ મોરબી જિલ્લાના વિવિધ મંડળોમાં પ્રભારીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે.
જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર મોરબી શહેર, મોરબી તાલુકો, માળિયા તાલુકો, વાંકાનેર શહેર અને તાલુકા સહિતના વિસ્તારોમાં નવા પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક મંડળમાં બે પ્રભારીઓની નિમણૂક કરીને સંગઠન કાર્યને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.









