મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીને આધારે એજાઝ ઉર્ફે એજલો મહેબૂબભાઈ ચાનીયા રહે. ગ્રીન ચોક નાની બજાર વાળાના ઘરની બાજુની શેરીમાં ખુલ્લા પ્લોટમાં રેઇડ કરી હતી, જ્યાંથી પોલીસે વિદેશી દારૂ અંકલ ટોમ વોડકાની ૩ બોટલ કિ.રૂ. ૯૦૦/-તથા કાંગરો બિયરના ૬ નંગ ટીન કિ.રૂ. ૯૦૦/-સહિત કુલ રો.૧,૮૦૦/-મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી એજાઝ ઉર્ફે એજલો સ્થળ ઉપર નહિ મળી આવતા, પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે તેને ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.









