ટંકારા પોલીસ ટીમને બાતમી મળી કે, ખાખરા ગામે રહેતા પ્રફુલભાઈ અઘારીયા પોતાના ઘરની પાછળ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે ટંકારા પોલીસે ઉપરોક્ત ખાખરા ગામે દેવીપૂજકવાસમાં આરોપી પ્રફુલભાઈ ચનાભાઈ અઘારીયાના રહેણાંક પાછળ દરોડો પડતા, જ્યાં દીવાલ નજીક વિદેશી દારૂની ઓરેન્જ હિલ વોડકાની ૩૪ બોટલ કિ.રૂ.૭,૨૦૦/-મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા, તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી ટંકારા પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









