વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં ઇટ્ટોના ભઠ્ઠા પાછળ નદીના ખુલ્લા પટ્ટમાં સીટી પોલીસે બાતમીને આધારે રેઇડ કરતા, જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો પૈસાની હારજીતનો જુગાર રમતા સુનીલભાઈ શંકરભાઈ સારલા ઉવ.૨૯ રહે.ખડીપરા નવાપરા વાંકાનેર, સતીષભાઈ નરશીભાઈ સોલંકી ઉવ.૩૨ રહે.ખડીપરા નવાપરા વાંકાનેર, રાકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉવ.૨૧ રહે.ખડીપરા નવાપરા, વાંકાનેર, વિપુલભાઈ ઠાકરશીભાઈ હીરાણી ઉવ.૪૮ ભાટીયા સોસાયટી બાલા હનુમાન પાસે વાંકાનેર તથા હુશેનભાઈ ઉર્ફે ઓટુ વલીમહમદભાઈ શેખાણી ઉવ.૩૯ રહે.લક્ષ્મીપરા શેરી નં.૩ વાંકાનેરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે રેઇડ દરમિયાન નાસ ભાગમાં બે આરોપી નીકુંજ રમેશભાઈ ડાભી રહે. નવાપરા વાંકાનેર તથા સાગર ઉર્ફે હડો કોળી રહે.મીલ પ્લોટ વાંકાનેર વાળો નાસી ભાગી ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭૩,૨૦૦/-જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









