Thursday, March 26, 2026
HomeGujaratમોરબીમાં અંદાજે ૪૫ કરોડના ખર્ચે પાંચ નવા ફાયર સ્ટેશનો બનાવવાની પ્રક્રિયા શરૂ.

મોરબીમાં અંદાજે ૪૫ કરોડના ખર્ચે પાંચ નવા ફાયર સ્ટેશનો બનાવવાની પ્રક્રિયા શરૂ.

આધુનિક સુવિધાઓ સાથે શહેરની ફાયર સેફ્ટી વ્યવસ્થા બનશે વધુ મજબૂત.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા વધારવા પાંચ નવા ફાયર સ્ટેશનોના નિર્માણ માટે કામગીરી શરૂ કરાઈ છે, જેમાં સુધારા વાળી શેરી ફાયર સ્ટેશન, મોડેલ ફાયર સ્ટેશન માળીયા ફાટક સર્કિટ હાઉસ નજીક, ઝોનલ ફાયર સ્ટેશન શકત શનાળા, અમરેલી ફાયર સ્ટેશન કંડલા બાયપાસ રોડ તથા એસપી રોડ રવાપર રોડ એમ વિવિધ પાંચ સ્થળે ફાયર સ્ટેશનોમાં હાઈ-ટેક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ પાંચ નવા ફાયર સ્ટેશનો બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના માટે અંદાજિત રૂ.૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ નવા ફાયર સ્ટેશનોમાં આધુનિક કંટ્રોલ રૂમ, ફાયર ફાઈટર વાહનો માટે વિશાળ ગેરેજ, સ્ટાફ માટે રહેણાંક ક્વાર્ટર્સ તેમજ અન્ડરગ્રાઉન્ડ અને એલિવેટેડ પાણીની ટાંકીઓ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમાં સુધારા શેરી અને માળીયા ફાટક વિસ્તારના સ્ટેશનોના બાંધકામ કામો હાલ પ્રગતિમાં છે અને જુલાઈ ૨૦૨૭ સુધી પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય સ્ટેશનો માટેની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોરબીમાં આગ જેવી આફતો સામે વધુ ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવો શક્ય બનશે, જેથી શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!