Friday, March 27, 2026
HomeGujaratમોરબી-૨: શોભેશ્વર રોડ ઉપર રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની ૩૧૨ બોટલ સાથે એક પકડાયો

મોરબી-૨: શોભેશ્વર રોડ ઉપર રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની ૩૧૨ બોટલ સાથે એક પકડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી, જ્યાં રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૩૧૨ નંગ બોટલ મળી આવતા આરોપી મકાન-માલીકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ઈંગ્લીશ દારૂનો જથ્થો પૂરો પાડનાર આરોપીનું નામ ખુલતા તેને પોલીસે ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિશાદ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ખાનગી ગેરકાયદેસર વેચાણ કરે છે, જેથી તાત્કાલિક પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા, જ્યાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડ અને માપ સાઈઝની ૩૧૨ નંગ બોટલ કિ.રૂ. ૩૭,૯૨૦/- મળી આવી હતી. આથી આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વસુદેવભાઈ નિશાદ ઉવ.૨૨ ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી આબિદ હસનભાઈ ભટ્ટી રહે. મોરબી વાળો આપી ગયો હોવાની કબૂલાત આપી હતી. હાલ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!