વાંકાનેર શહેરમાં સ્વપ્ન લોક સોસાયટી પટેલ વાડી સામે રહેતા દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા ઉવ.૬૦ વાળા ગઈકાલ તા.૨૬/૦૩ના રોજ વાંકાનેરમાં ચંદ્રપૂર્ણ નાલા પાસે લુહાર વાડી પાસે હતા ત્યારે તેમને જોરદાર હાર્ટ એટેક આવતા તેમને તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર તબીબે જોઈ તપાસી દેવજીભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા, પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે મૃત્યુના બનાવ મામલે પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









