Friday, March 27, 2026
HomeGujaratટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ શ્રી રામનવમીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી...

ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ શ્રી રામનવમીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

ટંકારા શહેર સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ઉત્સવ સમિતિ સમિતી દ્વારા રામનવમીના દિવસે સવારે ૯:૦૦ વાગ્યે ફુલિયા હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા પ્રારંભ થઈ હતી.

- Advertisement -
- Advertisement -

આ શોભાયાત્રા દેરીનાકા મેઈન રોડ, દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, ઘેટીયા વાસ વગેરે મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે સમાપ્ત થઈ હતી. ટંકારાના અસંખ્ય ભક્તો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા.

બાપા સીતારામ મંડળ દેરીનાકા ખાતે ઠંડા સરબત પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઈન બજાર વેપારી મંડળએ લચ્છીનું વિતરણ કર્યું હતું. મોચી બજાર ખાતે ચામુંડા માતાજી મઢે નંદલાલભાઈ પરમારે ગુલફી ખવડાવી હતી. ત્રણ હાટડી ખાતે નવદુર્ગા મંડળે ઠંડી છાસ પિવડાવવામાં આવી હતી. ઉગમણા નાકે બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપે ઠંડા પાણીની બોટલો વહેંચી હતી, જ્યારે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે સલામતી ધર્મેન્દ્ર પટેલે આઇસ્ક્રીમ ખવડાવી હતી. બપોરે ૧૨ વાગ્યે મંદિર પરિસરમાં રામલલ્લાને પારણે ઝુલાવી બધાઈ આપવામાં આવી હતી. આ અવસરે અવધના આનંદથી આખું વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. અંતે દહી પંજરી નો પ્રસાદ લઈ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!