Saturday, July 4, 2026
HomeGujaratમોરબી મનપાની મિલકતવેરા પર ૧૦ ટકા રિબેટ યોજના અમલમાં, કરદાતાઓને લાભ લેવા...

મોરબી મનપાની મિલકતવેરા પર ૧૦ ટકા રિબેટ યોજના અમલમાં, કરદાતાઓને લાભ લેવા અપીલ

૩૧ જુલાઈ સુધી ચાલુ વર્ષનો વેરો ભરનારને રાહત: વેબસાઇટ, મોબાઇલ એપ અને ૧૧ વોર્ડ કચેરીઓમાં ચુકવણીની સુવિધા.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચાલુ વર્ષના મિલકતવેરા પર ૧૦ ટકા રિબેટ યોજનાનો અમલ શરૂ કર્યો છે. કરદાતાઓ મહાનગરપાલિકા કચેરી, ૧૧ વોર્ડ ઓફિસો તેમજ વેબસાઇટ અને મોબાઇલ એપ મારફતે ઓનલાઈન વેરો ભરી યોજનાનો લાભ મેળવી શકશે.

મોરબી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકતધારકોને રાહતરૂપે ચાલુ વર્ષના મિલકતવેરા પર ૧૦ ટકા રિબેટ યોજનાનો અમલ કર્યો છે. મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને સમયસર વેરો ભરી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. મિલકતવેરો અને વ્યવસાયવેરો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સવારે ૧૦.૩૦થી સાંજે ૫ વાગ્યા સુધી તેમજ શહેરની ૧૧ વોર્ડ કચેરીઓમાં સ્વીકારવામાં આવશે. ઉપરાંત કરદાતાઓ મહાનગરપાલિકાની વેબસાઇટ તથા પ્લે સ્ટોર પરથી ઉપલબ્ધ ‘Morbi Municipal Corporation’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મિલકત નંબર દાખલ કરી સરળતાથી ઓનલાઈન વેરો પણ ભરી શકશે.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, વેબસાઇટ અને મોબાઇલ એપ મારફતે મોટી સંખ્યામાં નાગરિકોએ અગાઉથી ઓનલાઈન ચુકવણીનો લાભ લીધો છે. વધુમાં વધુ કરદાતાઓ સમયસર વેરો ભરી ૧૦ ટકા રિબેટ યોજનાનો લાભ મેળવે તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!